મોરબીના નવા ઘુંટુ ગામે અને માળિયાના નવા ભાવપર ગામે ચાલતી જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી

મોરબી એલસીબીની ટીમે નવા ઘુંટુ અને નવા ભાવપર ગામે ચાલતા જુગાર ધામો પર દરોડા પાડીને બન્ને સ્થળેથી કુલ ૧૫ શખ્સોને રૂ.૧,૧૪,૧૩૦ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા ચંદુભાઇ કાણોતરાને મળેલ હકિકત આધારે નવા ધુટુ ગામેં આરોપી ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયાના મકાનમાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા ભુપતભાઇ ત્રિભોવનભાઇ સરવૈયા ,જયેશભાઇ જીવરાજભાઇ આંતરેશા ,રમેશભાઇ મશરૂભાઇ ઇગોરા ,દિનેશભાઇ પાચાભાઇ સીતાપરા , મુકૈશભાઇ જેસંગભાઇ આંતરેશા ,ચંદુભાઇ બિજલભાઇ પેંથાણી રહે.તમામ નવા ધુટુ વાળાઓને રોકડા રૂ.૫૦,૦૦૦/ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડેલ છે.

IMG 20180415 WA0019બીજા બનાવમાં એલ.સી.બી.ના હેડ કોનસ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાનાને મળેલ બાતમી આધારે માળીયા વિસ્તારના નવા ભાવપર ગામે આરોપી ચંદુભાઇ પ્રભુભાઇ ગામીના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા ચંદુલાલ પ્રભૂભાઇ ગામી , મગનલાલ મોહનભાઇ ગામી ,કરીમભાઇ આલીભાઇ સુમરા , શીવાભાઇ શામજીભાઇ ખાંભડોપા, રાજશભાઇ લાખાભાઇ ગોહેલ , જગદીશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા ,ધીરૂભાઇ વીંરાભાઇ કાનગડ , ભાનુભાઇ સવાભાઇ કાનગડ, જયદિપસિંહ રણજીતસિંહ જાડેજા ને રોકડા રૂ.૫૪,૧૩૦/ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આમ ઉપરોક્ત બંન્ને રેઇડોમાં કુલ-૧૫ આરોપીઓને રોકડા રૂ. ૧,૧૪,૧૩૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.