મોરબી એલ.સી.બી.ને દારૂનો મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પીપળીરોડ પર આવેલ લોર્ડ્સ ઇન ઇકો હોટલ પાછળ આવેલ એક ગોડાઉનમાંથી મોરબી એલસીબીએ વિદેશી દારૂની રૂ.૩૦,૬૦,૩૦૦/- કિંમતની કુલ ૭૪૧૬ બોટલો સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. જયારે એક આરોપી ફરાર છે.

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, પીપળી રોડ ઉપર આવેલ હોટલ લોર્ડસ ઇકો ઇનની પાછળ આવેલ યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જેઠાભાઇ કરમશીભાઇ નકુમના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ, સાહીદ ઉમરભાઇ ચાનીયા તેના મળતીયા સાથે મોટા પ્રમાણ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો અન્ય રાજ્યમાંથી અહીં લાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.

જે હકીકતના આધારે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રેઇડ કરવામાં આવતા સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા, ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા, રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની અને યુનુશ અલીભાઇ પલેજા એમ કુલ ચાર ઇસમો વિદેશીદારૂની રૂ.૩૦,૬૦,૩૦૦/- કિંમતની કુલ ૭૪૧૬ બોટલો સાથે સાથે પકડાયા હતા. તેમજ પોલીસે આરોપીઓની બોલેરો કાર સહીત કુલ રૂ. ૩૬,૫૭,૮૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય એક મુકેશ પીરારામ બિશ્નોઇ નામનો આરોપી ફરાર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.