માળીયાના પુરાસરગ્રસ્તો માટે ૧૦૦૦૦ ફૂડપેકેટ બનાવતું સિરામિક એસોસિએશન: રાહત બચાવ માટે કલેક્ટર તંત્ર ને બે ઈનોવા કાર મોકલાઈ
મચ્છુ નદીના ધસમસતો જળ પ્રવાહ ભયજનક રીતે માળીયા વિસ્તારમાં ફરી વળ્યો છે અને માળીયા નજીક હાઇવેના પુલ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય જિલ્લા પોલીસવડાની સૂચનાને પગલે માળીયા પોલીસ દ્વારા રાસંગપરના પાટિયા નજીક બંદોબસ્ત ગોઠવી દઈ મોરબી તેમજ કચ્છ તરફથી આવતા વાહનો સલામતીના કારણોસર થોભાવી દીધા છે.
મોરબી નગર પાલીકા દ્વારા રબારીવાસ વણકરવાસ તેમજ હરિજનવાસ સહિતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ફૂડ પેકેટ બનાવી લોકોને વિતરણ કરવામાં આવ્યું હોવાનું મોરબી નગર પાલીકા ઊપપમુખ ભરતભાઇ જારીયાએ જણાવેલ છે.
મોરબી;મોરબી બે ઘડી માટે ૧૯૭૯ ની જળ હોનારતની યાદ અપાવી દે તે રીતે મચ્છુ નદીએ રોદ્ર રૂપ ધારણા કર્યા બાદ હવે પાણીનો પ્રવાહ ઘટતા મોરબીના વજેપર,રબારીવાસ,અને હરિજનવાસ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવાનું શરુ થયું છે.
મચ્છુ નદીમાં આવેલા ભયાનક પૂર મામલે સવારથી જ મોરબીમાં અફવાઓનું બજાર ગરમ થતા મોરબી જિલ્લા કલેક્ટર પટેલ અને જીલ્લા પોલીસવડા રાઠોરે મોરબી શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે સુરક્ષિત હોવાનું જણાવી મોરબી અપડેટના માધ્યમથી લોકોને અફવા પ્રત્યે ધ્યાન ન આપવા અપીલ કરી છે.
વધુમાં મોરબીના જે-જે વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે તેઓને બોયઝ સ્કુલ મોરબી તથા બ્રાહ્મણ ભોજન શાળામાં આશ્રય અપાયો છે અને ભોજન ની તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું.
સિરામિક એસોસિએશન
માળીયા પુરાસરગ્રસ્તો ને ફૂડપેકેટ મોકલવા મોરબી સીરેમીક એસો.ને બે કંદોઈને ૧૦,૦૦૦ ફુડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે.
આજે બપોરે આ ફુડ પેકેટ માળીયા જે ગામોના લોકોને સ્થળાંતર કરેલ છે . તેને પહોંચાડવાના આવશે. આ ઉપરાંત રાહત બચાવ માટે એસો.દવરા આજે સવારથી બે ઈનોવા કલેકટર ઓફીસે મોકલી આપવામાં આવી હોવાનું સિરામિક એસપો.પ્રમુખ કે.જી.કુંડરિયાએ જણાવ્યું હતું.