જન્મથી સેરેબલ પાલ્સિ “જીગર” માતા પિતા અને ફિઝિયોથેરાપીસ્ટ ની મહેનતથી સારો સ્વિમર બન્યો
મન હોય તો માળવે જવાય ઉક્તિને ને મોરબીના જન્મ થીજ સેરેબલ પાલ્સિની બીમારીનો ભોગ બનેલા જિગરે જીવનમાં સાર્થક કરી બતાવી છે. પેરેલાઇટિક શરીર હોવા છતાં જિગરે અદભુત જીગર કેળવી સ્વિમીંગમાં મહારત હાંસલ કરતા જીગર ની ૨૦૨૦ માં યોજાનાર જર્મનીના પેરાઓલમ્પિક માં પસંદગી થવા પામી છે.
મોરબીનો જીગર જન્મથીજ સેરેબલ પાલ્સિ નો શિકાર બનતા સ્વાભાવિક રીતે જ દિવ્યાન્ગ બાળક ને લઇ માતા પિતાની ચિંતામાં વધારો થયો હતો પરંતુ કુદરત સાથે લડવાની પ્રબળ ઇચ્છશક્તિ થી પેરેલાયટીક જીગર ને યોગ્ય ફિઝિયોથેરાપીસ્ટ નું માર્ગ દર્શન મળતા જિગરે બધાને આશ્ચર્ય ચકિત કરી દઈ તરણ માં અદભુત મહારથ હાંસલ કર્યું છે.
જિગરની સ્વીમીંગ ચપળતા જોતા તેના તબીબો દ્વારા દિવ્યાન્ગો માટે ના ખાસ પેરા ઓલમ્પિક માં મોકલવા તૈયારી શરુ કરી ખાસ તાલીમ અપાતા જીગર સ્વિમીંગમાં મહારથ હાંસલ કરવા લાગ્યો છે આજે આ અંગે મોરબીના લજાઈ ચોકડી નજીક મધુબન ગ્રીન વિકેન્ડ હાઉસ ખાતે પત્રકાર પરિષદ માં જીગર વિષે જાણકારી આપવામાં આવી હતી.
આ તકે ડો. અમિત વાઘેલા એ જણાવ્યું હતું કે આગમી ૨૦૨૦ મા બર્લિન જર્મની ખાતે યોજાનાર પેરાઓલમ્પિક માટે જિગરની પસંદગી થઇ છે તે મોરબી અને ગુજરાત માટે ગૌરવ ની વાત છે
ઉલ્લેખનીય છે કે જર્મની ખાતે યોજાનાર પેરાઓલમ્પિક માટે ભારતભર માંથી ફક્ત ૨૦ બાળકો જ પસંદ થયા છે જેમાં જીગર નો સમાવેશ થયો છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીગર ના ફિઝિયોકોચ, ફિઝિયોથેરાપીસ્ટ સહીત ના લોકો હાજર રહ્યા હતા આ તકે જીગરે સ્વીમીંગ ના કરતબ દેખાડી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.