સરપંચે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી
મોરબી જીલ્લાનાં લગધીરપુર ગ્રામ પંચાયતનો સરપંચ જગદીશ જાદવ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બીજા એક માણસ પોકરલાલ ગુર્જરને પણ લાંચનાં છટકામાં પકડ્યો છે.
આ કેસમાં ફરીયાદી લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાથી પાણી કાઢી ગામની આજુબાજુની સીરામિક ની ફેકટરીઓમાં પીવાનુ પાણી પોતાના ટેંકરો દ્વારા વિતરણ કરે છે. આ માટે ગામનાં સરપંચે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી.