હિસાબની રકમ માંગતા કાકા-ભત્રીજા મારમાર્યો

મોરબીમાં સીરામીકનું કારખાનું ધરાવતા કારખાનેદારે કારખાનામા જનરેટરનો ઓપરેટર તથા સ્પેરપાર્ટનો કોન્ટ્રાકટ ધરાવતા કર્મચારીએ તેના હિસાબના નીકળતા પૈસા માંગતા કારખાનેદારે તેને અને તેના ભત્રીજાને લાકડા અને ઢીંકા-પાટાનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડેલ હતી અને એટલું જ નહિ પરંતુ કારખાનેદારનાં સાથીઓએ બાદમાં તેના ઘરે જઈ પથ્થરમારો ચલાવ્યો હતો જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, રંગપર ગામેં રહેતા રણદીપસિંગ પરમજીતસિંગ જટ્ટ તેમના ગામની સીમમા આવેલ સ્પેન્ટાગોન સીરામીક કારખાનામા જનરેટરનો ઓપરેટર તથા સ્પેરપાર્ટનો કોન્ટ્રાકટ બેઝ કામ કરતો હતો. જેમાં તેને હિસાબના નવ લાખ રૂપિયા લેવાનાં નીકળતા હોવાથી પ્રકાશભાઇની ઓફિસે ગયો હતો. જ્યાં રણદીપસિંગએ પૈસા માંગતા પ્રકાશને નહિ ગમતા તેણે તેનાં સાથી પિન્ટુ સાથે મળી રણદીપસિંગ આને તેના ભત્રીજા યોગેન્દ્રસિંગ પર લાકડી તથા ઢીંકા પાટાનો વરસાદ વરસાવ્યો હતો.

જે બાદ ફરિયાદી તેના ભત્રીજા સાથે ઘરે પહોંચતા જ પાછળથી રજનીભાઇ, મંથનભાઇ, વિશાલભાઇ સહીત કુલ 4 લોકો ત્યાં પહોંચ્યા હતા. અને ઘર પર પથ્થર મારો ચલાવ્યો હતો. અને ઓફિસનો કાચ તથા મકાનની બારીઓના કાચ તથા એસી તોડી નાખ્યા હતા. તેમજ  ઘરની બહાર રહેલ ફરિયાદીનું મોટર સાઇકલ સળગાવી રાખ્યું હતું. જેને લઈ રણદીપસિંગઈ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.