• મચ્છીપીઠમાં બે જૂથ વચ્ચે અથડામણ  
  • કુલ સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબી ન્યૂઝ : ગઇકાલે મોડી રાત્રે મોરબીના મચ્છીપીઠમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી . અથડામણ મામલે ફરિયાદ નોંધાઇ છે.  બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે . કુલ સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે . અઝિમ સલેમાન થેયમ નામના ફરીયાદીએ જુસબ ગુલમામદ મોવર,નિઝામ સલીમ મોવર,અનવર ઇબ્રાહિમભાઈ મોવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે . જ્યારે સામે અનવર ઇબ્રાહિમભાઈ મોવર નામના ફરીયાદીએ અઝિમ સલેમાન,અબુ ખમિશા,મહેબૂબ કાસમ,કાદર હબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે . બન્ને ફરિયાદમાં શેરીમાં સાયકલ એક્ટિવા ચલાવતા બાળકોને ઠપકો આપવા જતા માથાકૂટ થઈ હોવાનો ખુલાસો થયો છે .

પોલીસે IPC 323,336,504506(2),114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે . તમામ આરોપીની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે . પોલીસે મચ્છીપીઠમાં કોમ્બિગ હાથ ધરી આરોપીઓના ઘરમાંથી પથરો,સોડા બોટલ અને એક ધારિયું અને ધોકો કબજે કર્યા છે .

ઋષિ મહેતા 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.