પાંચ-બાળકો અને મહિલાના ગોજારી ઘટનાનો ભોગ બનતા ગરાસીયા પરિવારમાં કરૂણાંતિકા સાથે ગમગીની
મોરબી ખાતે ઝુલતા પુલ તુટવાની ગોઝારી દુર્ધટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરીવારના માસુમ બાળકો, મહીલાઓ સહીત 7 વ્યક્તિઓ કાળનો કોળિયો બનતા સમગ્ર ધ્રોલ તાલુકા સહીત જામનગર જીલ્લા અરેરાટી ફેલાઈ છે.. મળતી માહિતી મુજબ મોરબી વસવાટ કરતા અને મુળ ધ્રોલ તાલુકા નાના એવા જાલીયા દેવાણી ગામડાના જાડેજા પરીવારની મહીલાઓ અને બાળકો રવિવાર હોવાથી ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા ત્યારે આ પુલ તુટવાથી એક જ જાડેજા પરીવાર ના 7 લોકોના મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનાએ આખો પરીવાર વિખી નાખ્યો જેમાં મૂત્યુ પામનાર (1) જયાબા ગંભીરસિંહ જાડેજા ઉ. 55, (2) અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા ઉંમર વર્ષ 26, (3) શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ઉંમર વર્ષ 10, (4) ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ઉંમર વર્ષ 7, (5) કિરણબા પ્રતાપસિંહ જાડેજા ઉંમર વર્ષ 24 (6) દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા ઉં.મ 6 અને (7) દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા ઉંમર વર્ષ 5નુ કરુણ મોત નિપજતા ધ્રોલ તાલુકા જાલીયા દેવાણી ગામના શોકનું વાતાવરણ છવાયું છે.
વધુમાં મળતી વિગત મુજબ જાલીયા દેવાણી ગામના જાડેજા પરીવારના બે જાડેજા યુવાનો મોરબીના સનાળા ખાતે ધંધો કરતા માટે 10 વર્ષ થી મોરબી વસવાટ કરતા હતા અને તેમના પિતા ધ્રોલના જાલીયા દેવાણી ગામે ખેતીકામ સભાળતા હતા, માતા પણ જાલીયા દેવાણી અને મોરબી ખાતે રહેતા હતા તેવામાં ગત રવિવારે જાડેજા પરીવારની પુત્રવધુઓ, માસુમ બાળકો સહીત 7 વ્યક્તિઓ મોરબીના ઝુલતો પુલ ખાતે ફરવા ગયા હતા અને આ પુલ તુટવાની ગોઝારી ઘટનાથી તમામના મોત નિપજતા જાડેજા પરીવાર ઉપર આભ ફાટ્યું છે.
આ ગોઝારી દુર્ધટનામાં બાદ જાડેજા પરીવારના તમામ મૃતકોને વતન લઈ આવવામાં આવીને અગની સંસ્કાર વિધિ કરવામાં આવતા આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર ધ્રોલ તાલુકા માં આ બનાવથી શોકનું વાતાવરણ છવાયું છે.