બાઇક પર આવેલા ચાર થી પાંચ શખ્સોે હથીયાર વડે તુટી પડતાં યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પરિવારજનોએ યુવાનને માર મારતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બાઇક પર આવેલા ચારથી પાંચ શખ્સોએ યુવાનને બેરેહમીથી માર મારી હત્યા નિપજાવી હતી.
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ ભરતભાઈ કુબાવતને તેના જ ગામની છોકરી સાથે પ્રેમ સંબધ હોય અને પ્રેમ પ્રકરણમાં વાદ વિવાદ થતા અને બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો જેમાં પ્રેમિકાના પરિવારજનોએ યુવાનને ધોકા વડે માર મારતા ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન મિતેશનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તો ધટનાની જાણ થતા જ મોરબી બી ડીવીઝન પોલીસ મથકની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરી છે.
પ્રેમસંબંધમાં પ્રેમિકાના પરિવારજનોએ બેહરમીથી મિતેશ કુબાવતને માર મારતા તે ઘટના સ્થળે ઢળી પડયો હતો. આ ઘટના વિશે જાણ થતાં પોલીસ અને મિતેશ કુબાવતના પરિવારજનો તાબડતોડ દોડી ગયા હતા. જયાં યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ચાલુ સારવારમાં યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન મહિલા પોલીસ મથકમાં પોલીસ વાન ચલાવતો હોવાનું અને ત્રણ બહેનમાં એકનો એક ભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનની હત્યાની નોંધ કરી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જયારે જુવાન જોધ યુવાનની હત્યાથી પરિવારમાં આક્રંદ છવાયો છે.