• ભુસ્તર વિભાગની ટીમે ત્રણ ડમ્પર સહિતના વાહનો સીઝ કર્યા

મોરબીના પંચાસર રોડ પર મયુર ડેરી સામેના ભાગે ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન થતું હોવાનું ભુસ્તરશાસ્ત્રી વિભાગની ટીમને માહિતી મળી હતી. આ તપાસ દરમિયાન સાદી માટી ખોદકામ કરવા માટે હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન (મોડેલ છ-210-7, સીરિયલ નંબર ગ601ઉ04374)નો ઉપયોગ થતો જોવા મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ મશીનના માલિક ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી (રે. પંચાસર, તા. મોરબી) દ્વારા આ ગેરકાયદેસર ખનન કાર્ય કરતા હોવાનું સામે આવ્યું હતું.

ઉપરાંત, ખોદકામની સાથોસાથ સાદી માટી ખનીજ ભરવા માટે આવેલ ત્રણ ડમ્પરો અનુક્રમે (1)જીજે-36-વી-1816, (2)જીજે-36-વી-1319, (3)જીજે-36-એક્સ-7216 અધિકારીઓએ આ ત્રણેય ડમ્પરોને સ્થળ પરથી જ પકડી સીઝ કરી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવામાં આવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.