સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ
લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, દરીયાલાલ જન્મોત્સવ સમિતી, દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, લોહાણા વિદ્યોતેજક ફંડ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, યુવા આર્મિ ગૃપ સહીતની સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.24-4-2022 રવિવાર ચૈત્ર વદ નોમથી તા.30-4-2022 શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવામાં આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) પોતાના મુખારવિંદેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ રસપાન કરાવી રહ્યા છે ત્યારે વિશાળ પોથીયાત્રા તા-24-4-2022 રવિવાર ચૈત્ર વદ નોમના રોજ શ્રી દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબીથી નીકળી હતી જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજીની પધારમણી થઈ હતી તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો હતો.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારોના સહયોગથી યોજાઈ રહ્યો છે. વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિર-મોરબીના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી- મો. 9825082468 તથા શ્રી અનિલભાઈ સોમૈયા- મો.8511060066 નો સંપર્ક કરવા શ્રી જલારામ મંદિર મહીલા મંડળે યાદીમાં જણાવ્યુ છે.