મોરબીમાં કિંમતી પંચ કલ્યાણી ઘોડીના મોત બાદ અશ્વશોખીનો ચિંતાતુર
મોરબી : મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્ર પંથક મા રહસ્યમય રોગથી અશ્વોના મોત થતા અશ્વપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે,છેલ્લા એક માસ મા ૨૫ અશ્વોના રહસ્યમય રોગ થી મૃત્યુ નિપજ્યાં છે જેમાં ગઈકાલે મોરબીની પંચકલ્યાણી ધીરી નામની ઘોડી મૃત્ય પામતા ઘરમા જ સમાધી આપવામાં આવી હતી.
મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રના અશ્વ પ્રેમીઓ માટે અશ્વોમા થતો રહસ્યમય રોગ મોટી ચિંતા નુ કારણ બની ગયો છે.જેમા મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્ર પંથક મા છેલ્લા એક માસની અંદર એક જ સરખી રીતે ૨૫ થી વધુ અશ્વો મોતને ભેટ્યા છે જેમા ગઈકાલે મોરબીમા પંચક્લયાણ પ્રજાતિ ની ધીરી (ગુલાબડી) નામની ઘોડીનુ અચાનક જ મોત નિપજ્યુ હતુ,આ ઘોડી માલિક ના જીવ થી પણ વહાલી હોય મૃત્યુ બાદ પણ તેની સમાધી ઘર ના પટ્ટાંગણ માં જ કરવામાં આવી હતી.
અશ્વોમાં આ રહસ્યમય રોગ મા પ્રથમ અશ્વને તાવ આવે છે બાદમાં શરદી અને ત્યારબાદ પાણી નિકળવા માંડે છે, આશ્ચર્ય તો એ છે કે પશુ ચિકિત્સકો પણ આ રોગ નુ નિદાન કરવા મા કાચા પડ્યા હતા, અંત મા આ ઘોડી એ દેહ છોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં મોતને ભેટેલી પંચકલ્યાણી ધીરી ( ગુલાબડી ) નામની ઘોડી ની માતા સૌરાષ્ટ્રની નંબર વન રેસ ચેમ્પીયન હતી.
જો કે ધીરીની અણધારી વિદાય બાદ અશ્વપ્રેમીઓમા શોક નો માહોલ છવાયો છે અને જેની પાસે હાલ મા સારી નસ્લ ના અશ્વો છે તેવા લોકો ચિંતા મા મુકાઈ ગયા છે કે હવે પછી અમારા અશ્વ ના મોત તો નહીં થાય ને ? હાલમાં ઘોડી ધીરીના માલિકે આ બાબતે તપાસ ચલાવી અન્ય કોઈ ઘોડા આવા રહસ્યમય રોગ નો શિકાર ન બને તે માટે કમર કસી છે.