કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે મોરબી આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ; ઓક્સીજન, વેન્ટિલેટર સહિત 3900 બેડની વ્યવસ્થા કરાઈ: મંત્રી બ્રિજેશ મેરજા
અબતક,ઋષી મહેતા, મોરબી
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે છેલા કેટલાક દિવસથી રાજ્યભરમા કોરોના સંક્રમણ ઘેરાઈ રહ્યું છે. કોરોનાના થર્ડ વેવે દરવાજે દસ્તક દીધી હોય તેમ કોરોના પોઝીટીવ કેસો ઉછાળો આવતા સરકાર પણ ચિંતિત છે તેવા સંજોગો વચ્ચે આગમચેતીના ભાગરૂપે મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં કોરોના સંદર્ભે મિટિંગ યોજાઈ હતી જેમાં અધિકારીઓને સાબદા રહેવા અને મોરબીવાસીઓને કોરોનાથી બચાવવા અત્યારથી જ કામે લાગી જવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સ્પષ્ટ સૂચના આપી હતી. સેક્ધડ વેવની ત્રુટીઓ સુધારવા પણ જણાવ્યું છે.
વધતા જતા કોરોનાની ચેપી ચેઇન તોડવા અંગે તંત્ર દ્વારા એનેક માથામણ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે મોરબી કલેક્ટર કચેરી રાજયમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં કોરોના સંદર્ભે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.મિટિંગમાં મંત્રી બ્રિજેશ મેરજા, પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જે બી પટેલ, ડે. ડીડીઓ અને આરોગ્યમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગ બાદ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરના સંભવિત ખતરા સામે મોરબી વહીવટી તંત્ર સજ્જ છે.અત્યાર સુધીમાં મોરબીમાંથી 4.43 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. ઉપરાંત છેલા 233 દિવસથી સદનસીબે કોરોનને લીધે એક પણ મૃત્યુ નિપજ્યું નથી દર્દીઓના સજા થવાનો દર 97.1 ટકા છે.
કોરોનાના ખતરા સામે પહોંચી વળવા મોરબીમાં 3372 બેડની વ્યવસ્થા કરાઈ છે જેમાં 750 નોર્મલ, 2378 ઓક્સીઝન બેડ અને 144 આઇસીયું તેમજ 100 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરાઈ છે. તથા 15 સંજીવની રથ અને 45 ધન્વંતરિ રથ દોડાવવા અંગે નિર્ણય કરાયો છે. વધુમાં મોરબી સરકારી હોસ્પિટલમાં 230 ઝમ્બો ઓકસીઝન સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સિવિલમાં લિકવિડ ઓક્સીઝન ટેન્ક માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરાઈ છે.એટલુ જ નહીં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત મોરબીના 362 જેટલા ગામોમાં 3900 બેડની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. ઉપરાંત વેકસીનેશન પણ વેગવંતુ બનવાયું છે જેના ફળ સ્વરૂપે મોરબીમાં પ્રથમ ડોઝની 90 અને સેક્ધડ ડોઝની 89 ટકાવારી છે. અને કિશોરો માટે 503 શાળામાં વેકસીનેશન ચાલી રહ્યું છે.વધુમા રાજયમંત્રી બ્રિજેશ ભાઈએ જણાવ્યું કે પરિસ્થિતિ વિકટ લાગે તો નિયંત્રણો પણ લગાવવામાં આવશે.