- હળવદ પોલીસે શક્તિનગર ગામની સીમમાંથી લોખંડ ચોરી ઝડપી
- 20.90 લાખના લોખંડના સળીયા સહીત 35.90 લાખનો મુદ્દામાલ કબ્જે
- 2 આરોપીઓની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર
Morbi : હળવદ પોલીસે લોખંડ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે હળવદ પોલીસે બાતમીને આધારે 2 ઇસમોને પકડ્યા હતા. તેમજ અન્ય 2 વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ છે. શક્તિનગર ગામની સીમમાંથી 2 ઇસમને ટ્રક અને લોખંડના જથ્થા સાથે પકડ્યા હતા. તેમજ ટ્રકમાં 20.90 લાખના લોખંડના સળીયા હતા. અને લોખંડના જથ્થા સાથે ટ્રક કબ્જે કરી કુલ 35.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા 2 ઇસમને કિમત રૂા. 35.90 લાખનો મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા હતા. તેમજ હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે શકિતનગર ગામની સીમમાંથી કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થતી હોય જે અંગે રેઇડ કરી લોખંડ કિમત રૂા. 35.90 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમો પકડી પાડી પુછપર કરતા અન્ય 2 શખ્સો નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન શક્તિનગર ગામની સીમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે ટ્રકમાંથી લોખંડ ચોરી થતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા આરોપી વિપુલ કાળુભાઈ પરમાર રહે શક્તિનગર તા. હળવદ અને રાવતારામ સેરારામ બાના રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લઈને સ્થળ પરથી લોખંડ સળિયા ની કિમત રૂપિયા 20.90 અને લોખંડના જથ્થા સાથે ટ્રક કબ્જે કરી કુલ 35.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.