મોરબી જિલ્લાની એ ગ્રેડની કહેવાતી નગરપાલીકાની કામગીરી ડી ગ્રેડ કરતા પણ ખરાબ
મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપના બાવન સભ્ય અને ત્યાર બાદ વહીવટદારના શાસનમાં પ્રજાને સુવિધા મળશે તેવું લાગતું હતું પરંતુ મોરબી નગરપાલિકા શહેરની પ્રજાને સુખાકારી આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે.
શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાઓના ઢગલા, ઉભરાતી ભૂગર્ભ ગટરોના પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા શેરી ગલીઓમાં અંધકાર આ છે મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકાની કામગીરી મોરબી શહેરની પ્રજા પોતાને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે થઈ પોતાની કમાણીમાંથી ટેક્સના પૈસાઓ નિયમિતપણે ભરે છે તેમ છતાં પણ પ્રજાની સુખાકારી માટે મોરબી નગરપાલિકા કેમ કામગીરી કરતી નથી તે પણ સવાલ છે કે જેમ કે હમણાં વાંકાનેરમાં રાજકોટના સાંસદે કહેલું કે ગાડા નિચે શ્વાન ચાલે છે અને ભાર હું ઉપાડું છું તેવું લોકો માને છે તેવું મોરબીમાં નથી ને કહેવત છે કે બે આખલા ઓની લડતમાં અન્ય પીસાઈ તેવું નથી ને?
મોરબી ભાજપની આંતરિક લડાઈમાં મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી દેવામાં આવેલ છે વારંવાર લોકો નગરપાલિકાએ જઈ પોતાના વિસ્તારોની કચરાઓના ઉકરડા અને પાણી અને ભૂગર્ભ ગટરની પરિસ્થિતિની ફરિયાદ કરે છે પણ જાણે કે નગરપાલિકા ને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં તકલીફ પડતી હોય તેવું વાતાવરણ મોરબી શહેરમાં જોવા મળી રહ્યું છે જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકાએ મોનસુનની કામગીરી કરી ન હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મોરબી શહેરમાં ઓછા વરસાદમાં ભરાતા પાણીથી દેખાઈ રહ્યું છે લોકોના મુખ્ય ચર્ચા છે કે પ્રીમિયમ મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર દર્શાવવામાં આવી છે.
મોરબી શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિ હોય ક્યારે રોગચાળો ફાટી નીકળે તે કહી ના શકાય મોરબી નગરપાલિકાને વિનંતી સાથે સ્પષ્ટ કહેવામાં આવે છે કે મોરબી શહેરમાંથી કચરાઓના ઢગલા, ઉભરાતા ગટરના પાણી અને ખાડા ટેકરાઓથી મોરબી શહેર ની પ્રજા ને છુટકારો નહિ આપવા માં આવેતો આવનાર સમય માં કોગ્રેસ પક્ષ નગરપાલિકાની કચેરીમાં કચરાઓના ઢગલાઓ કરી દેશે જેની ગંભીર નોંધ લેવામાં આવે અને મોરબી શહેરની પ્રજાને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીઅને મોરબી શહેરકોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની માંગણી છે