ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના મંત્રી કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને ગામ સમરસ જાહેર કરેલ છે. આ સમરસતાનાં સુરને રેલાવા અને સર્વેને એક કરવાં માટે વાધરવા ગામના સરપંચ અનિરૂદ્ધસિંહ જાડેજા સહવિષેશ સાથ સહકાર તેમજ જહેમત ઉઠાવી હતી.
કુલદીપસિંહ ભાજપની વિચારધારા અને નરેન્દ્રમોદી રાષ્ટ્રહિતની વિકાસ નીતી સાથો સાથ કાંતિભાઇ અમૃતિયા ની નિખાલસતાથી પ્રેરાઈને મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાનાં હસ્તે કેસરિયો ધારણ કરી વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે. વધારવા ગામને ભાજપ તરફી સમરસ જાહેર કરેલ આ સરાહનીય કાર્ય બદલ કાંતિભાઈ અમૃતિયાએ વધારવાનાં સરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમની સમગ્ર ટીમને અભીનંદન પાઠવ્યા અને વડીલ ગામજનોનો આભાર માન્યો હતો.