જીએસટી ચોરી કરતા ઉઘોગપતિઓમાં ફફડાટ
તહેવારો નજીક આવતા જ માલની હેરફેર વધતા જીએસટીની તમામ ટીમ સક્રિય બની છે. મોરબી ઇન્ડસ્ટ્રીયલ સીરામીક ઉઘોગનું કૃત્ય બન્યું છે ત્યારે રોજ લાખો કરોડો પિયાની સિરામીક ટાઇલ્સનો વેપાર થઇ રહ્યો છે. ત્યારે મોરબી આસપાસના આશરે ૪૦ જેટલા સિરામીક એકમો પર જીએસટીની તપાસ ટીમ દ્વારા ચેકીંગનો ધમધમાટગ્રસ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જીએસટી સ્ટેટ લેવલથી મોરબીના એકમોમાં ઉત્પાદન અને વેચાણ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. લાખો કરોડોની કરચોરી ઝડપાય તેવી શકયતા જોવામાં આવી રહી છે. જો કે આ અંગે જીએસટીની ચેકીંગ ટીમ તથા ઉપરી અધિકારીએ કોઇ ખુલાસો બહાર આવ્યો નથી. હજુ પણ આ તપાસનો દોર મોરબી અને આસપાસનાં ઓઘોગિક એરીયામાં તપાસની પ્રક્રિયાનો દોર બે-ત્રણ દિવસ ચાલે તેવી શકયતા છે. આ તપાસ દરમિયાન જીએસટીની મોબાઇલ સ્કવોડ પણ પોતાનો સક્રિય ભાગ ભજવી રહી છે. હજુ હાલ થોડા દિવસ પહેલા જ રાજકોટ, મોરબી અનેુ કચ્છમાં તપાસનો દોર ચલાવાયો હતો જેમાં તંત્રને સારી એવી સફળતા મળી હતી. ઉપરાંત વધુમાં આગામી રજાઓ અને તહેવારોમાં રાજયભરમાં ચેકીંગના આદેશો અપાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.