મોરબીએ સિરામિક ઉધોગનું હબ ગણવામાં આવે છે. મોરબી સિરામિક ઉદ્યોગની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોલગેસ વાપરવાની મનાઈ કરી દીધી છે. આ મનાઈ બાદ લગભગ બધા કારખાનાઓ એ ઇંધણ તરીકે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે.
પરંતુ હાલમાં અગાઉના વર્ષોમાં મંજૂરી મેળવીને વાપરવામાં આવેલા કોલ ગેસ પર કરોડોનો દંડ ફટકારતી નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવી છે. NGT ના આદેશ મુજબ સિરામિક ઉદ્યોગ કરોડોના ખર્ચે નંખાવેલા કોલગેસ ફાયર બંધ કરીને નેચરલ ગેસ વાપરવાની શરૂઆત કરી હતી.
ચાર મહિના બાદ અચાનક છેલ્લા બે દિવસથી GPCB દ્વારા દરેક કારખાનાને નોટિસ મળવા લાગી નોટિસમાં ભૂતકાળમાં જેટલા દિવસ કોલ ગેસીફાયર ચલાવ્યો હોય તેના પ્રતી દિવસ 5,000 રૂપિયા મુજબ 450 થી વધુ કારખાનાઓને અંદાજે રૂ. ૫૦૦ કરોડ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો.