5100 બોટલ શરાબ, વાહન, રોકડ અને મોબાઈલ મળી રૂ.34.47 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના અણીયારી ટોલનાકા પાસે એલ.સી.બી.એ ક્ધટેનરમાંતી રૂ.24.40 લાખની કિંમતના 5100 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી દારૂ, વાહન અને રોકડ મળી રૂ. 34.47 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ રેન્જ વિસ્તારમાં દારૂ બંધીનો કડક અમલ કરવા આઈ.જી. સંદીપસિંઘે આપેલી સુચનાને પગલે અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. હરિયાણા ક્ધટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ આવીરહ્યાની પોલીસ હેડ કોન્સ્યેબલ રામભાઈ મંઢ, નિરવભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ ભરતસિંહ ડાભીને મળેલીબાતમીનાં આધારે અણીયારી ટોલનાકા પાસે વોંચ ગોઠવી હતી.
વોંચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નિકળેલુ ટેન્કરને અટકાવી તલાશી લેતા રૂ. 24.40 લાખની કિંમતનો વિદેશી દારૂની 5100 બોટલ સાથે રાજસ્થાની ચાલક ત્રિલોકસીંગ ઓમસીંગ રાવતની ધરપકડ કરી દારૂ, વાહન, મોબાઈલ અને રોકડા મળીરૂ. 34.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.