ગેસ વેલ્ડીંગથી કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના: માલિક પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા
મોરબી તાલુકાના પીપળીયા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ ભંગારના ડેલામાં ગેસ વેલ્ડીંગથી ટ્રક કાપણી વેળાએ અચાનક બ્લાસ્ટ થતા માલીક અને તેના પુત્ર સહિત ચાર લોકો ગંભીર રીતેદાઝી ગયાની ઘટના સામે આવી છે.જેમાં એક યુવાનનું ચાલુ સારાર દરમિયાન મોત નિપજયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીનાં પીપળીયા ગામના બસ સ્ટેન્ડ સામે આવેલા ભંગારના ડેલામાં ગેસ કટરથી ટ્રકને કાપવાનું કામ ચાલતું હતુતેદરમિયાન અચાનક ડિઝલ ટેન્કમાં આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.જેમાં ભંગારના ડેલાના માલીક ઈનુશભાઈ તથશ તેમનો પુત્ર અને રણછોડ ઉર્ફે રાજુ વાઘેલા અને તેના પિતા વિક્રમભાઈ દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામં આવ્યા હતા.
જેમાં ઘટનામાં પિતાજીને બોલાવવા ગયેલા પુત્ર રણછોડ ઉર્ફે રાજુ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર કારગત ન નીવડતા રણછોડ ઉર્ફે રાજુએ સારવારમાં જ દમ તોડતા ઘટનામાં એકનુંમોત નિપજયુંહતુ.આ અંગે ઘટનાની જાણ થતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો.
મૃતક રણછોડ ઉર્ફે રાજુ વાઘેલાના મૃતદેહ પી.એમ. અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતાને બોલાવવા ગયેલા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જયારે ઈનુશભાઈ તથા તેમના પુત્ર અને વિક્રમભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખળ કરવામાંઆવ્યા છે.