કારખાનેદારની કાર સાથે વાહન અથડાવી નુકશાનીનું વળતર માંગી માથાકુટ કરી રૂ.2.95 લાખની લૂંટ કરી
મોરબીના રફાળેશ્વર પાસે લૂંટ અને એટ્રોસીટીના ગુનામાં બન્ને પક્ષોના કુલ પાંચ આરોપીઓને ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ મોરબીમાં કારખાને ઘરે આવતા સમયે રફાળેશ્વર પાસે ત્રણ શખ્સોએ ગાડી ભટકાડી રોકી અને માર મારીને 2.95 લાખ જેટલાં રૂપિયા પડાવી લેતા ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સામાપક્ષે પણ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઇ હતી.
જેમાં વધુ વિગત મુજબ મોરબીમાં સીરામીક નું કારખાનું ધરાવતા રજનીભાઇ પરસોત્તમભાઈ સુરણી(ઉ.વ.34) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ અને પ્રતિકભાઈ ભગવાનભાઈ વરમોરા(ઉ.વ.25),પાર્થ કિરીટભાઇ દેત્રોજા(ઉ.વ.25) કિરીટભાઈ કર્મશીભાઈ દેત્રોજા (ઉ.વ.63) વાળા કાર નમ્બર ૠઉં 21 ઇક 8171માં 2.95 લાખ જેટલી રોકડ રકમ લઈને જતા હતા તે દરમિયાન રફાળેશ્વર પાસે કાર નમ્બર ૠઉં 36 ઋ 0527 ના કાર ચાલકે રજનીભાઈની કાર સાથે કાર અથડાવી હતી બાદમાં પાંચ શખ્સો એ કાર પર પથ્થરમારો કરી ફરિયાદી પાસે રહેલા 2.95 લાખ ની રકમ લઈ લીધી હતી અને ફરિયાદી સહિત કારમાં બેઠેલા ચાર લોકોને ઢીકાપાટુ નો માર માર્યો હતો
અને માથાના ભાગે પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગૌતમ મકવાણા ,સુલતાન અને અજય નામમાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે .જ્યારે સામાપક્ષે ગૌતમ મકવાણા નામના વ્યક્તિએ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રફાળેશ્વર પાસે સામેથી આવતા કારચાલક દ્વારા કાર રોંગ સાઈડમાં ચલાવી પોતાની ગાડી સાથે ભટકાડી અને બાદમાં કારમાં સવાર ત્રણ જેટલા શખ્સો એ ફરિયાદી ની સાથે કારમાં સવાર અન્ય ત્રણ લોકો સાથે બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા અપશબ્દો કહીને ધોકા ,તલવાર ધારીયા જેવા હથિયારો સાથે ફરિયાદી ને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તાલુકા પોલીસ દ્વારા ખીમજીભાઈ ગઢવી અને દિપભા ગઢવી નામના બે શખ્સોને ઝડપી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે .