આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન ગુલાબભાઇ પરમાર (ઉ.વ. ૪૨, રહે ગામ ધુળકોટ, મોરબી) એ આરોપીઓ દેવરાજભાઇ જેસાભાઇ પરમાર, શારદાબેન દેવરાજભાઇ પરમાર, રવિભાઇ દેવરાજભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામા ફરીયાદી તથા આરોપીઓની ભાયુ ભાગની જમીન જે આ આરોપીને ફરીયાદીને ભાગ આપવો ન હોય જેથી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી આરોપીએ પોતાના હવાલાવાળી આઇ ટ્વેન્ટી કાર ફુલ સ્પીડમા ચલાવી ફરીયાદીના જમણા પગની આંગળીમા ટાયર અડી જતા ઇજા કરી ફરી વખત ભાયુ ભાગની જમીન માંગશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે શારદાબેન દેવરાજભાઇ પરમાર (ઉ.વ. ૫૦,રહે. ગામ ધુળકોટ) એ આરોપીઓ ગુલાબભાઇ જેસાભાઇ પરમાર, વિનયભાઇ ગુલાબભાઇ પરમાર, કુણાલ ઉર્ફે રાજુ ગુલાબભાઇ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પતિ તથા આરોપીઓની વડીલો પાર્જીત ભાયુ ભાગેની જમીન કેમ નથી આપતા તેમ કહી આરોપીઓએ ફરીયાદી સાથે ઝઘડો બોલાચાલી કરી ઝપાઝપી કરી ગાળો આપી આ ઝપાઝપીમાં ફરીયાદીને ધક્કો વાગતા ત્યા પડેલ ટેકટરમાં માથુ ભટકાતા માથાના ભાગે મુંઢ ઇજા કરી તેમજ આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.