કાગળની ગાંસડીઓ બળીને ખાક રૂ. એક કરોડનું નુકશાન થયા હોવાનું અનુમાન
મોરબીના નવાગામ રોડ પર આવેલ સોમનાથ પેપરમિલ કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી જે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, બનાવની જાણ મોરબી ફાયર બ્રિગેડ વિભાગને કરતા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ હોવાથી રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ બોલાવી હતી, સતત 12 કલાક પાણીનો મારો ચલાવી આગ પર 90 ટકા કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાની થયેલ ન હતી.
મોરબીના નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપરમીલ કારખાનામાં કાગળની ગાંસડીઓના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી, કાગળની ગાંસડીઓમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આ આગની ઘટનાની જાણ મોરબી ફાયર બ્રિગેડ વિભાગને કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ગજતના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ કર્યો હતો.મોટબી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગનું વિકરાળ સ્વરૂપ જોઈ તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડ વિભાગનો સંપર્ક કરી રાજકોટ ફાયર બ્રિગેડ વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી ત્યારે મોરબી અને રાજકોટ ફાયર વિભાગ ટીમ બંને દ્વારા આગ પર કાબુ મેળવવા સતત 12 કલાક સુધી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી, આ લાગેલ આગમાં અંદાજે કરોડોનું નુકસાન થયેલ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી.