મોરબી : છેલ્લાં કેટલાક સમયથી ખેડૂતો અને પાવરગ્રીડ વીજ કંપની વચ્ચે વળતરને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતના કચ્છ, મોરબી, પાટણ સહિત 14 જિલ્લાઓમાં ખેડૂતોમાં વીજ કંપની તરફથી મળતું વળતર ઓછું અને અન્યાયી હોવાના સુર ઉઠવાની સાથે ખેડૂતો આંદોલન તરફ વળી રહ્યા છે જેની તૈયારીઓના ભાગ રૂપે હળવદમાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ સમસ્યાની વિગતે વાત કરવામાં આવે તો, હાલમાં પાવર ગ્રીડ કંપની દ્વારા કચ્છના લાકડીયા થી અમદાવાદ સુધી હાઇટેંશન વીજ લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેથી સંપૂર્ણ રૂટ પર ખેડૂતોનો સર્વે પણ કરાયો છે પરંતુ જ્યારે વળતર ચૂકવવાની વાત આવી ત્યારે ખેડૂતોને જંત્રીના 200 ટકા વળતર ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું

ત્યારે હિસાબો જોતા મોટા ભાગના ખેડૂતોને 100 થી 150 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર મળશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે આ રીતે મળતું વળતર ખેડૂતો ને અન્યાયી હોવાનું લાગ્યું હતું કારણ કે અગાઉ આ જ રૂટ પર સ્ટારલાઈન વીજ કંપનીની લાઈન નીકળી હતી ત્યારે ખેડૂતો ને 1003 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવવામાં આવ્યું હતું તો હવે શા માટે માત્ર 100 થી 150 રૂપિયા ચૂકવવામાં આવે છે અને આ બાબતે ખેડૂતો દ્વારા સ્થાનિક નેતાઓ અને ચેક મુખ્યમંત્રી સુધી રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હોવા ચાત કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ વીજ કંપનીના માણસોએ દાદાગીરી થી કામ શરૂ કરી દેતા ખેડૂતો સાથે ઘર્ષણ થવાના બનાવો પણ સામે આવ્યા હતા ત્યારે હવે ખેડૂતો આ મામલે ઉગ્ર બનતા રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

જે તૈયારીના ભાગરૂપે હળવદના ધુળકોટ ગામે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું અને ખેડૂત અને આપ આગેવાન રાજુ કરપડા પણ આ સંમેલનમાં ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારે આ અંદોલનમાં જ્યાં સુધી પૂરતું વળતર નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ખેડૂતોએ હામી ભરી હતી અને જો સરકાર તેઓની.માંગ નહિ સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી.

પ્રદીપ ઠાકર 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.