રાસાયણિક ખાતર, દવા અને બિયારણના ખર્ચા કર્યા વગર બારેમાસ શેરડીનું ઉત્પાદન : હાલ શહેરમાં ૮ જગ્યાએ ચિચોડા નાખીને થઈ રહી છે અઢળક કમાણી
ખેડૂતો રસાયણીક ખાતર, દવા અને બિયારણ માં મોટા ખર્ચા કરતાં હોવા છતાં તેઓ ધાર્યું ઉત્પાદન મેળવી શકતા નથી ત્યારે મોરબીના ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી જીરો બજેટ ખેતી કરીને મબલક ઉત્પાદન મેળવી દાખલો બેસાડ્યો છે. આ ખેડૂતે ઓર્ગેનિક ખેતી વડે શેરડીનું વાવેતર કરી રૂ.૩૫ લાખનો નફો મેળવ્યો છે.હાલ આ ખેડૂત શેરડીના ૮ સ્થળે ચિચોડા નાખીને ઓર્ગેનિક રસનું વેચાણ કરી રહ્યો છે.
મોરબી રહેતા અને ધરમપુર ટીંબડી ગામે ૧૩૫ વીઘા ખેતીની જમીન ધરાવતા મહેશકુમાર મહાદેવભાઈ હળવદીયા(ઉ.વ.૬૪) કપાસ અને એરંડા વાવતા હતા. પરંતુ એમાં ઓછો નફો થતો થતો હતો તેથી તેઓએ ખેતીની ઉપજ માં સારો નફો થાય તે માટે પ્રયત્ન કરી બે વર્ષ પહેલાં ઝીરો બજેટ ખેતી ના પ્રણેતા સુભાષપાલેકર ની શિબિરમાં ભાગ લીધો હતો.જેમાંથી તેઓ પોતાની ખેતીમાં સારી ઉપજ મેળવવા ઝીરો બજેટની ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરાયા હતા. તેઓએ ૨૫ વીઘા જમીનમાં શેરડી વાવી હતી.ગાયના છાણ મૂત્રના ઉપયોગ થી શેરડીનું વાવેતર કર્યું હતું. કોઈ પણ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કર્યો ન હતો.
આ અંગે ખેડૂત મહેશભાઈ કહે છે કે સામાન્ય રીતે એક-એક શેરડી અલગ રીતે વવાતી હોય છે પરંતુ તેમણે નવો પ્રયોગ કરીને એક ઝુંડમાં થોડી જગ્યા રાખીને શેરડી વાવી હતી. શેરડીનો એક વર્ષમાં એક જ વખત પાક લેવાતો હોય પરંતુ તેમને શેરડીને મૂળમાંથી કાપી નથી જેથી બારે માસ ઉત્પાદન થાય છે શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળે પરંતુ બાદમાં વધતું જાય છે. તેઓએ વિધે ૮૦૦ થી ૧૦૦૦ મણ શેરડીનું ઉત્પાદન મેળવ્યું છે. આ ઉત્પાદનથી તેઓને રૂ. ૩૫ લાખનો નફો થયો છે. તેઓ આ શેરડીનો ઓર્ગેનિક રસ બનાવીને શહેરના જુદા-જુદા સ્થળે ચીચોડા નાખીને વધુ કમાણી કરી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com