તંત્ર પણ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સહારે:બાવરવા
ગુજરાત રાજ્યમાં હાલમાં સ્વાઈન ફ્લુનો કહેર ચાલુ છે. જે રોકાવાનું નામ નથી લેતો. તંત્ર પણ જાણે કે લાચાર અને પાંગળું સાબિત થઇ રહ્યું છે. ખરેખર તો તંત્ર નિષ્ફળ ગયું હોવાનુ કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું.
દિવસે ને દિવસે વધારે લોકો સ્વાઇન ફ્લુનો ભોગ બનતા જાય છે દર્દીઓ ની સંખ્યા વધતી જાય છે. સરકાર પાસે પુરતી સુવિધાના હોવાથી ઘણા લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મેળવે છે. જેના આંકડાઓ પણ જાહેર થતા નથી. સરકાર પાસે આનો ઉકેલના હોય તેમ દરેક જીલ્લાઓમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને માનવતાની મહેક ફેલાવી રહી છે ત્યારે પણ સરકારના પદાધિકારીઓ માત્ર ફોટાઓ પડાવવામાં જ રચ્યા પચ્યા રહે છે અને લોકો સ્વાઈન ફ્લુથી જીવ ગુમાવે છે જેના સમાચાર દરરોજ ન્યુઝ દ્વારા જાણવા મળે છે. આ પણ ખરેખર સાચા આંકડાઓ જ આવતા હશે કે તેમાં પણ સત્ય દુર જ હશે તે પણ એક પ્રશ્ન છે.
આવી પરિસ્થિતિઓમાં દરેક સેવાભાવી સંસ્થાઓને ધન્યવાદ આપવા ઘટે અને હજુ પણ સરકાર કઈ કરે કે ના કરે આવી સંસ્થાઓ જે મુશ્કેલીમાં લોકોની વ્હારે આવે છે અને આવતી રહેશે તેમને વંદન અને સલામ.