તહેરા ગામનો તાંત્રિક અને તેના બે સાગરીત રોકડ લઇ રફૂચક્કર: પોલીસ ફરિયાદ
આજના આધુનિક સમયમાં પણ લાલચુ લોકો તાંત્રિક વિધિથી કમાઇ લેવા મથતા હોવાનો અને અંતેતો કમાવાની લાહ્યમાં નાના ગુમવતા હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યાછે ત્યારે આવાજ એક કિસ્સામાં મોરબીના કારખાનેદારે એકના ડબલની લાલચમાં ‚પિયા ૫.૫૧ લાખ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ દફતરેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ દેવપાર્કમાં રહેતા અમૃતભાઈ ગોવિંદભાઇ પટેલ નામના કારખાનેદાર યુવાન સાથે તહેરા ગામનો તાંત્રિક બાપુ નામનો શખ્સ એકના ડબલ રૂપિયા કરી દેવાની લાલચ આપી રૂ. ૫.૫૧ લાખ લઇ ને નાસી જાતઆ આ મામલે તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવા પામી છે.
વધુમાં વાયરમેનએવા અમૃતભાઈનો ભેટો તહેરા ગામના બાપુ નામના તાંત્રિક સાથે થયા બાદ ગત તારીખ ૫ નારોજ અમૃતભાઈ પટેલ જય ખોડિયાર નામના પીવીસીમાં તાંત્રિક વીંધીને બહાને મળ્યા હતા અને પોતાની પાસે રહેલી રૂપિયા સાડાપાંચ લાખ જેવી રકમ એકના ડબલ કરવા માટે તાંત્રિક ને આપી હતી.
બાદમાં તાંત્રિક બાપુ નામનો શખ્સ અને તેની સાથે રહેસ સાગરીત સુનિલ અને આર્ટિગા ગાડીનો ચાલાક અમૃતભાઈના આ રૂપિયા લઇ રફુચક્કર થઇ જતા અમલે મોરબી તાલુકા પોલિસ મથક માં ફરિયાદ નોંધાવા પામી છે. આ મામલે તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ શ્રી વ્યાસ વધુ તાપસ ચલાવી રહ્યા છે.