રાજકોટ મધ્યસ્થ જેલમાં ખૂનના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ રજા પરથી છેલ્લા એક માસથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી પીએસઆઇ એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, પાકા કામનો આરોપી હળવદના સુસવાવમાં રહેતો જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ તા.17/10/2022 થી તા.17/11/2022 સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હોય જે પાકા કામના આરોપીને તા.17/11/2022 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને હકીકત આધારે સુસવાવ ખાતેથી તા.14/12/2022 ના રોજ મળી આવતા હસ્તગત કરી કોવીડ-19 મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.