મોરબી તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોનો લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લામાં આશરે રૂ.70 કરોડના ખર્ચ વિવિધ યોજનાકીય કામો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લા માટે રૂ.70 કરોડના ખર્ચે રોડ-રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, પી.એચ.સી. ઉર્જા, ગામડામાં સી.સી.રોડ હોય તેવા વિવિધલક્ષી કામોના અહિંયાથી લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સર્વાંગી વિકાસ અંતર્ગત દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે લોકોને સ્પર્શે તેવા કામો હાથ પર લીધા છે. અને છેવાડા ગામડાના લોકો સુધી આ યોજનાઓ પહોંચે તેવો સરકાર તરફથી કામો હાથ ધરાયા છે.