સફાઈ કર્મચારીઓની આ સ્થિતિ તો માળીયા લોકોની શું હાલત હશે ? મોરબી મિયાણા સમાજના પ્રમુખ હુસેનભાઈ ભટ્ટીનો સવાલ મોરબી:માળીયા ની પૂરની પરિસ્થિતિ બાદ સફાઈ કામગીરી માટે ગયેલા મોરબી નગર પાલિકાના કર્મચારીઓ બીમાર પડી જતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મચ્છુ નદીમાં આવેલા ભારે પૂર બાદ માળીયા માં ઠેર-ઠેર ગંદકી જામતા મોરબી નગર પાલિકા દ્વારા માળીયાની પરિસ્થિતિ થાળે પડે તે માટે સફાઈ કર્મચારીઓની ટીમ મોકલવામાંઆવી છે. જે પૈકી ચારેક કર્મચારીઓ બીમાર પડતા આજે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન મોરબી મિયાણા સમાજ પ્રમુખ હુસેનભાઈ બી.ભટ્ટીએ માળીયાની પરિસ્થિિત અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સફાઈ કામગીરી માટે માળીયા ગયેલા કર્મચારીઓની આ સ્થિતિ છે તો માળીયાવાસીઓની શું હાલત હશે ?