જામનગરના લાખાબાવળના શખ્સ સામે બી.ડિવિઝને સાઇબર ક્રાઇમનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં રહેતા સાસુના ફોટામાં પરપુરુષનો ફોટો એડિટ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર જમાઈને મોરબી એલસીબીએ પકડી પાડી બી ડિવિઝનને સોંપ્યો છે. બી ડિવિઝને આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા અમીનાબેન ફરીદભાઇ સુમરાએ ફરિયાદ નોંધાવી હતી કે મૂળ રાજકોટના થોરાળાના વતની અને હાલ જામનગરના લાખાબાવળ ગામે રહેતા તેમના જમાઈ મોસીન રીઝવાન ખામરોનીયાએ તેમના ફોટા સાથે પરપુરુષના ફોટા એડિટ કરીને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ અંગે જમાઈને ફોન પર ઠપકો આપતા તેને અભદ્ર ભાષામાં વાત કરી હતી.

ફરિયાદને પગલે મોરબી ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોસીન રીઝવાન ખામરોનીયાને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને બી.ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો છે. હાલ બી ડિવિઝને આરોપી સામે સાઇબર ક્રાઇમનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.