આરોગ્યનું બજેટ વધારાયું: રૂ. 6 કરોડની પુરાંત
મોરબી જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયતનું પોતાના કાર્યકાળનું પ્રથમ બજેટ મંજુર કર્યું છે. જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું સુધારેલ તથા વર્ષ 2021-22નું અંદાજપત્ર કુલ રૂ.49524.27 લાખનું કદ ધરાવતા જિલ્લા પંચાયતના બજેટમાં રૂ.1764.06 લાખની આવક તથા અંદાજપત્રમાં કરેલ જોગવાઈ મુજબ રૂ.1178.52 લાખના ખર્ચને લક્ષમાં લેતા બંધ સિલક રૂ.605.54 લાખ દર્શાવવામાં આવી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરા અને ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાએ મંજુર કરેલા વર્ષ 2021-22નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ.31.6ર લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થાં અને ક્ધટી જન્સી ખર્ચનો સમાવૈશ કરવામાં આવેલ છે.અને પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ રૂ.518.40 લાખ જોગવાઈ છે. જેમાં જિલ્લાના વિકાસના કામોનીજોગવાઈ કરવામાં આવેલ છે.
આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. 51.33 લાખ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ અંગે જોગવાઈ કરેલ છે, આરોગ્ય ક્ષેત્રે રૂ. 18.75 લાખની જોગવાઇ કરેલ છે. ખેતીવાડી ક્ષેત્રે કુલ 5.00 લાખ જોગવાઈ નો સમાવેશ થાય છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. 50.00 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.આંકડા શાખા માટે રૂ. 1.30 લાખની જોગવાઈ કરેલ છે. કુદરતી આફતો માટે રૂ. 51.00 લાખની જોગવાઈ થયેલ છે, સિંચાઈ ક્ષેત્રે રૂ.91.75 લાખનાં સિંચાઈ નાં કામોની જોગવાઈ થયેલ છે.બાંધકામ ક્ષેત્રે કુલ રૂ. 238.01 લાખ ની જોગવાઇ નો સમાવેશ થાય છે. પ્રકિર્ણ યોજના અને કાર્યો માટે રૂ.80.36 લાખ, ની જગવાઇ નો સમાવેશ થાય છે.
પંચાયત પ્રવૃતિ ઉપરાંત રાજ્ય સરકારની સઘળી પ્રવૃતિઓ અને રાજ્ય સરકારે મંજુર કરેલ રસ્તા,સિંચાઈ અને અન્ય તમામ સુપ્રત પ્રવૃતિઓ માટે રાજ્ય સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ વિવિધ કામો અંદાજપત્રમાં રાજય પ્રવૃતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત કેન્દ્રીય નાણાપંચ તરફથી નિયત થયેલ સહાય મળતાં તેમાંથી વિકાસ કાર્યોનું આયોજન કરેલ છે.ઉપર મુજબની વિગતેનુ રૂ. 605.54 લાખની પુરાંતવાળુ વર્ષ-2021-22નું અંદાજપત્ર સામાન્ય સભા સમક્ષ રજુ કરતાં ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ માટે 91.75 લાખ જ મંજુર કરાયા હોય ટંકારના કોંગ્રેસના સદસ્ય ભુપતભાઇ ગોધાણીએ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં રહેલા ચેકડેમો રીપેર થયા તે માટે બજેટ વધારવા માંગ કરી હતી એ જ રીતે ત્રાજપર બેઠકના સદસ્ય હીરાભાઈ ટમારીયાએ મોરબીની હદ નજીક આવેલા ભડીયાદ, શનાળા, ત્રાજપર, ઘુંટુ, વાવડી અને રવાપર જેવા ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા વ્યાપક હોય નગરપાલિકા આ વિસ્તારમાં જેટિંગના કામ કરવામાં પહોંચી શક્તિ ન હોય જિલ્લા પંચાયત જેટિંગ મશીન ખરીદ કરે તેવું સૂચન કર્યું હતું. ઉપરાંત વાંકાનેરના મહીકા બેઠકના સદસ્ય નવઘણભાઇ મેઘાણીએ આરોગ્યક્ષેત્રે બજેટમાં વધારો કરી કેન્સર, કિડનીની બીમારીમાં 5 લાખને બદલે વધુ સહાય આપવા માંગ ઉઠાવી હતી.