મોરબી, વાંકાનેર અને ટંકારામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી : માળીયા અને હળવદમાં માત્ર ૩ થી ૪ સભ્યોનો પક્ષપલટો કોંગ્રેસનું સાશન ઉથલાવી શકે છે
મોરબી જિલ્લા પંચાયત તેમજ ૫ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી બુધવારના રોજ ચૂંટણી યોજાનાર છે. મોરબી, વાંકાનેર અને ટંકારામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી જણાઈ રહી છે. જ્યારે માળીયા અને હળવદમાં માત્ર ૩ થી ૪ સભ્યોનો પક્ષપલટો કોંગ્રેસનું સાશન ઉથલાવી શકે છે.
મોરબી જિલ્લા પંચાયત અને મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ટર્મ આગામી તા ૨૧ જૂને પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આગામી તા.૨૦ ને બુધવારના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે સૌ કોઈ આ પદ પર કોને સ્થાન મળશે તેના પર મીટ માંડીને બેઠા છે.
મોરબી જિલ્લાની તાલુકા પંચાયતોની સ્થિતિ જોવા જઈએ તો મોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૨૧ અને ભાજપના ૫, વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૮ અને ભાજપના ૬, ટંકારા તાલુકા પંચાયતમાં તમામ કોંગ્રેસના ૧૬, માળીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૦ અને ભાજપના ૬, હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૧ અને ભાજપના ૯ સભ્યો છે.
મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી જણાઈ રહી છે. જ્યારે હળવદ અને માળીયામાં માત્ર ૩ થી ૪ સભ્યોનો પક્ષપલટો કોંગ્રેશનું સાશન ઉથલાવી શકે છે. નવી અઢી વર્ષની ટર્મ માટે મોરબી, વાંકાનેર , હળવદ અને માળીયા તાલુકા પંચાયતનો તાજ સ્ત્રી પ્રમુખ ધારણ કરશે.