કોરોનાના કેસોને લઈ સચિવે ક્નટેઇમેન્ટ ઝોનની લીધી મુલાકાત: જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત
મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ આજે કોરોનાના કેસોને લઈને હળવદની મુલાકાત લીધી હતી.તેમણે હળવદના ક્ધટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.જોકે હળવદના જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને હાલ ચાર હોવા કેસહોવા છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. જોકે તેમની મુલાકાત એક નાટકીય હોવાની પણ ચર્ચા જાગી હતી.
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા આજે હળવદની મુલાકાતે આવ્યા હતા.જોકે તેમણે હળવદના ક્ધટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી અને વાણીયાવાડમાં ક્ધટેન્ટમેન્ટ ઝોનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.જેમાં તેમણે શહેરની મોડેલ સ્કૂલમાં ઉભા કરાયેલા કોરોના માટેના આઇસોલેશ વોર્ડ, એક કેસ નોંધાયેલા વાણિયાવાડ વિસ્તારમાં મુલાકાત લીધી હતી.આ દરમિયાન હળવદની બજારોમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. તેમજ હળવદની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જિલ્લા પ્રભારી સચિવની આજની હળવદની મુલાકાતને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.જેમાં તેઓ ખાસ્સો સમય સર્કિટ હાઉસમાં રોકાયા બાદ અમુક વિસ્તારોની માત્ર કહેવા પૂરતી જ મુલાકાત લીધી હતી.જ્યારે હળવદના જુના ધનાળા ગામે પાંચ કોરોનાના કેસો નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું હતું તેમ છતાં પણ જિલ્લા પ્રભારી સિચીવે હળવદના જુના ધનાળા ગામની મુલાકાત લીધી ન હતી. જ્યારે તેઓ ધનાળાની મુલાકાતે આવે તેવી આશાએ સ્થાનિક અગ્રણીઓ ખાસ્સો સમય તેમની રાહ જોઈ હતી.પણ પ્રભારી સિચીવે મુલાકાત લેવાનું ટાળતા સ્થાનિકોમાં કચવાટ ફેલાયો હતો.