ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીના પ્રવાસે આવ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં અનેક મુદે ચર્ચા કરવામાં આવી
ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીના પ્રવાસે આવ્યા હતા જેમાં રાજકોટ રેન્જ આઈજી મોરબી જિલ્લા પોલીસ ના અધિકારીઓ તથા મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સીરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.
જેમાં બેઠક દરમિયાન સમાજની વિવિધ જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓના પ્રશ્નો સભળ્યા હતા જેમાં મોરબીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની માગણી આવી હતી અને પોલીસને લગતી કામગીરી ની ચર્ચા કરવામાં આવી હતી તેમજ સીરામીક એસોસિએશનની પણ અમુક માંગણીઓ આવી છે અને મોરબીમાં સીરામીકમાં કામ કરતા શ્રમિકો માટે એપ્લિકેશન બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સીરામીક ઉદ્યોગકારો તેમાં નોંધણી કરાવીને તેને આગળ વધારે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેમકે મોરબી સિરામીક ઉદ્યોગ માં બીજા રાજ્યોમાં થી મોટી સંખ્યામાં લોકો આવે છે તો આ એપથી અમુક સમયે ગુનાઓના ભેદ ઉકેલવામાં સરળતા મળશે.મોરબી જિલ્લામાં બનેલ અમુક ગંભીર ઘટના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે અને મોરબી ના નાગરિકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે મોરબી પોલીસ પ્રતિબદ્ધ છે એવો ભરોસો આપ્યો હતો. મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ,રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીના અમુક અસામાજિક તત્વો પર ખુબજ કડક પગલાં ભરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી જે બાબતે પણ ચર્ચા થઈ હતી.વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે મોરબી ગુજરાતની ઓળખ છે અને મોરબી હજુ વધુ વિકાસ પામે એવી વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવશે અને ડ્રગ્સ બાબતે ગુજરાત પોલીસ સતર્ક છે અને આવા કૃત્યો જરા પણ ચલાવી લેવામાં આવશે નહિ છેલ્લા કેટલાક મહિનામાં હજારો કરોડોનો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે.
મોરબ જિલ્લામાં ગત વર્ષ ની સરખામણીમાં આ વર્ષે ખૂન કોશિશ માં આ વખતે 18 ટકા,લૂંટ માં ગુનામાં 20 ટકા ,ધાડના ગુનામાં 67 ટકા,હંગામા કરવાના ગુનામાં 62 ટકા તથા અન્ય બીજા ગુનાઓમાં 48 ટકા જેટલો ઘટાડો આવ્યો છે.પરન્તુ ગુનાઓનો રેટ શૂન્ય થાય ત્યાં સુધી અમને સંતોષ થવાનો નથી.
ચોરીની ફરિયાદ મામલે પોલીસ ફરિયાદ ન લે તો મારો સંપર્ક કરો બાકી આવું બનતું જ નથી અને બન્યું હોય તો આજે મને આવી કોઈ રજુઆત આવી નથી રજુઆત આવશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું:ગૃહમંત્રી હર્ષ સંઘવી
જ્યારે ચોરી ની ફરિયાદો ન લેવા બાબતે સવાલ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે એવું કંઈ બનતું નથી અને ચોરી નાની હોય તો પણ લોકોએ ફરિયાદ પોલીસને આપવી જોઈએ અને જો પોલીસ ફરિયાદ ન લે તો મારો સમ્પર્ક કરો આજના દિવસે મારી પાસે એવી એક પણ રજુઆત આવી નથી અને રજૂઆતો આવશે તો અમે ચોક્કસ પગલાં લઈશું પરંતુ ફરિયાદો મોડી દાખલ થવાની રજૂઆતો આવી છે જેનો નિકાલ અમે કર્યો છે.
કાયદો અને વ્યવસ્થાની આ સંવાદ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેકટર જે.બી.પટેલ, રેન્જ આઇજી સંદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, મોરબી એપીએમસી ચેરમેન ભવાનભાઇ ભાગીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાવંજીભાઇ મેતલિયા અને કાંતિભાઈ અમૃતિયા,લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા,સિરામીક એસોસીએશન તેમજ અન્ય ઔદ્યોગિક સંગઠનના પ્રમુખ, પ્રતિનિધિઓ તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.