જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા સાહેબના માર્ગદર્શન નીચે મોરબી જિલ્લા ભાજપ પરિવાર તરફ થી ૩૦૦ કીટો તૈયાર કરવામાં આવી. જે પૂર પીડિત પરિવારો માટે આજે બે ટ્રક ભરીને રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે મોકલવામાં આવી. આ સહાય કીટોમાં ઘર વપરાસની વસ્તુઓ, કપડાં, કરિયાણું, વાસણો, ઓઢવા પાથરવા માટે ચાદરો બ્લેંકેટ વગેરે વિવિધ વસ્તુઓ સાથેની આ કીટો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવી હતી જે આજ રોજ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાની અધ્યક્ષતામાં અને તેઓના માર્ગદર્શન નીચે રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે વિતરણ કરવામાં આવી છે. આ પૂર સહાય વિતરણ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા ભાજપનો સહયોગ રહ્યો હતો. આ તૈયાર કરવામાં આવેલ કિટનું વિતરણ યોગ્ય રીતે થઈ શકે માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા જાતે રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ પ્રભુભાઈ ભૂત તથા મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ જેઠાભાઇ મિયાત્રા તથા ભાજપ અગ્રણી બીપીનભાઈ વ્યાસ તથા મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી તથા મીડીયા ઈન્ચાર્જ વિજયભાઇ લોખીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- સુરતની 108 ડાયમંડ કંપનીઓએ ખાસ દિવસ પર યોજ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
- કવિરાજ સીધા Hollywoodમાં ધડબડાટી બોલાવશે!!!
- મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો થયો લોન્ચ
- હવે તમે પણ ઘરે બનાવો કોરિયન સ્ટાઇલ વેજ કિમચી!!!
- 10 રૂપિયાનો કયો સિક્કો સાચો…RBI એ દૂર કર્યું મોટું કન્ફ્યૂઝન !
- નવસારી સ્ટેશનેથી મુંબઈ તરફ જતી ટ્રેનો રદ!!!
- ગુજરાત પોલીસે અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા
- ધ્રાંગધ્રા: બ્રહ્મ સમાજની વાડી ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો…