મોરબીની માં મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં જિલ્લા સુરક્ષા વિભાગ દ્વારા યુડીઆઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા કુલ ૨૮ જેટલા દિવ્યાંગ બાળકોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા યુડીઆઇડી કાર્ડ આપવામાં આવ્યા હતા.
મા મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં ૪૦ યુડીઆઇડી કાર્ડ( સ્માર્ટ કાર્ડ) રજીસ્ટર થયા હતા. જેમાના ૨૮ યુડીઆઇડી કાર્ડ તૈયાર થઈ જતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુનિલભાઈ રાઠોડ અને તેના સ્ટાફે શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના હસ્તે આ યુડીઆઇડી કાર્ડનું દિવ્યાંગ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગ બાળકોના વાલીઓને અન્ય સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com