ત્રિદિવસીય પાટોત્સવ માં અંબા માતાની મૂર્તિમાં પુરાયા પ્રાણ તેમની સાથે નવચંડી યજ્ઞ પણ કરાયો
મોરબી પાસે આવેલ વિરપર ગામમાં વર્ષો જુના માતૃમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હકુભાઇ રામજી ચેરી. ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં અંબા માતાની નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ. તથા આ મંદિરમાં બહુચરાજી માતાજી, મેલડી માતાજી, ગણપતિબાપા, હનુમાનજી, બુટભવાની માતાજી બિરાજમાન છે.
આ ત્રિદિવીય પાટોત્સવ મહોત્સવનો બહોળી સંખ્યામાં વિરપર ગામના ગ્રામજનોએ લ્હાવો લીધો હતો. તેમજ હકુભાઇ રામજી ચેરી. ટ્રસ્ટ દ્વારા અનેક સમાજ લક્ષી કાર્ય કરવામાં આવે છે. જેમ કે ગાયોને ઘાસ ખડવાવું, વિદ્યાર્થીઓને પુસ્તકો વિતરણ કરવા, કૂતરાને રોટલા જમાડવા, મતેમજ નવ વરવધુને રપ00 રૂપિયા આપવા તેમજ મેડીકલને લગતી સહાય સહીતની અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.
વર્ષો જુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો: મુકેશભાઇ દોશી
‘અબતક’ સાથેની વાતચીતમાં શ્રી હકુભાઇ રામજી ચેરી ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઇ મહેન્દ્રકુમાર દોશીએ જણાવ્યું હતું કે, માતૃ મંદિર વિરપર જે મોરબીની બાજુમાં અમારું મંદિર આવેલ છે અને અમે ચાર મહિનાની અંદર ના મંદિરનું કામકાજ સંપૂર્ણ કરેલ છે. આજે તેનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. અમોએ અંબાજી માતાજીની નવી મૂર્તિનું સ્થાપન કર્યુ છે. જુની બહુચરાજી માતાજી, હનુમાનજી, ગણપતિ મૂર્તિમાં પ્રાણ કરેલ છે. આ મંદિર પાછળ જેણે ભોગ આપ્યો છે તે રાયધનભાઇ તેમજ ધનજીભાઇ પટેલ જેનો વિરપરના છે.
તેના અથાક પ્રયત્નો સહાયની મંદિરનું કામકાજ પૂર્ણ કરેલ.અમારા પૂ. પ્રભાકર શાસ્ત્રી કે જેઓએ મંદિરને કેમ ઉભુ કરવું કેવી રીતે કરવું દરેક વસ્તુનું માર્ગદર્શન આપેલ હતું. વિદ્વાનો વલસાડ, સુરતથી આવ્યા હતા. ત્રણ દિવસનો કાર્યક્રમ સઁપૂર્ણ થયેલ છે.
ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે: ગુણવંતભાઇ દોશી
‘અબતક’ સાથેની વાતચીતમાં ગુણવંતભાઇ મહેન્દ્રભાઇ દોશીએ જણાવ્યું હતું કે હકુભાઇ રામજી ચેરીટેબલ ટ્રસ્ટ જે વિરપર ગામમાં 1978માં રજીસ્ટર્ડ કરવામાં આવી છે. ટ્રસ્ટના મેઇન ટ્રસ્ટી મહેન્દ્રકુમાર ચીમનલાલ દોશી અને માતા નલીનીબેન મહેન્દ્રકુમાર દોશી આ બન્ને મેઇન ટ્રસ્ટીઓ હતા. તથા વડીલ મોટાભાઇ મુકેશભાઇ મહેન્દ્રકુમાર દોશી અને પૂ. ભાભીજી શ્રીમતિ સુરેખા મુકેશકુમાર દોશી અને પાંચમા ટ્રસ્ટી તરીકે હું ગુણવંત મહેન્દ્રકુમાર અમે પાંચેય સાથે મળી અમારા હકુબાપા હતા. જે બહુચરાજી, મેલડીમાના ભુવા હતા. અને તેમની કૃપાથી અમે જગ્યા લઇ ટ્રસ્ટની રચના કરી. માતાજીના 1982 ઓકટોબર મંદિરમાં સ્થાપના કરી.
ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા નોટબુક, પેન્સીલ, પેન સહીતની વસ્તુની સહાયતા કરવી. વિરપર ગામમાં એક જ સ્કુલ હતી હવે વિરપર ગામ સામે કાંઠે પણ બીજી સ્કુલ ઉભી થઇ છે. બન્ને સ્કુલમાં વર્ષોથી ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. અમે કબૂતરને ચણ, ગાયને ધાસ કૂતરાને રોટલા-રોટલી નાખીએ છીએ. કોઇને પણ શિક્ષણ માટે જેટલી જરુરીયાત હોય તો અમેટ્રસ્ટ તરફથી બધાને સહાયતા કરીએ છીએ. ગામડાની ક્ધયાઓના લગ્ન થાય ત્યારે તેઓને રપ00 રૂપિયા આપીએ છીએ.અમોએ વિરપરના ગરબી મઁડળ, ગૌશાળા વાળા તરફ ઘણો સાથ સહકાર મળ્યો છે. તે બદલ વિરપરના સમસ્ત ગામના સર્વ પ્રજાજનોનો આભાર માનીએ છીએ.
આ જગ્યાએ ટ્રસ્ટ થયા બાદ અમોને બાજુની જગ્યા લઇ ગ્રામજનોને 1000 રૂપિયા વાડીની સગવડતા કરી આપી છે. જેનો સમસ્ત ગામે સદઉપયોગ કર્યો છે. આ પ્રવૃતિઓ ચાલુ જ છે. આજે અમે આ મંદિરનુ પુન:રચના કર્યુ છે. ફરીથી બાંધેલ છે. એ માટે અમે વિરપર જનોને ખુબ આભાર માનીએ છીએ. દોશી પરિવાર કે જે આજે અમારા ટ્રસ્ટીમાં નવા અમારા સૂપુત્રો હિતેશકુમાર, યોગેશકુમાર, શિકાંત અને દિકરી જમાઇ ઉર્વી કુણાલ જાસ્કીયાનો સાથ સહકાર રહેલ છે. એ બદલ સૌનો આભાર માનું છું.
વિરપર ગામમાં માતૃમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ‘અબતક’ના માઘ્યમથી લાખોએ નિહાળ્યો
વિરપર ગામમાં વર્ષો જુના અંબાજી માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવનું ‘અબતક’ ચેનલ તથા ‘અબતક ’ મીડિયાના ડીજીટલ માઘ્યમ પર લાઇવ પ્રસારણ કરવામા આવેલ હતું. જેનો લાખો લોકોએ મહોત્સવ નિહાળ્યો હતો.