કરોડોના જમીન કૌભાંડમાં મગર મચ્છોને બચાવી લઈ માછલીઓ પકડતું પોલીસતંત્ર !
વલસાડમાં પારસી વૃદ્ધની જમીન હડપ કરવા મોરબીમાં બોગસ ડેથ સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને અન્ય પુરાવા ઉભા કરવા મામલે પોલીસે પાલિકા કર્મચારીઓ બાદ આ મામલે બોગસ રેશનકાર્ડ બનાવવાનાર મામલતદાર કચેરીના રોજમદાર દલાલીયા ઓપરેટરોની અટકાયત કરતા ખળભળાટ મચી ગયો છે, જો કે આ પ્રકરણમાં પોલીસ મોટા મગર મચ્છોને દબોચવાને બદલે માછલાં પકડી રહી હોવાની છાપ ઉપસી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મુંબઈ રહેતા અને વલસાડમાં કિંમતી જમીન ધરાવતા પારસી વૃધ્ધા જીવિત હોવા છતાં દલાલો અને લેભાગુ તત્વોની મદદથી જમીન માફિયાઓએ મોરબી પાલિકામાં વૃદ્ધાનું બોગસ ડેથ સર્ટી બનાવી નાખતા આ મામલે પોલીસ તપાસમાં ભોપાળુ બહાર આવતા પોલીસે પાલિકાના બે રોજમદાર કર્મચારીઓની અટકાયત કરી કાઉન્સિલરને પણ તેંડુ મોકલ્યું છે ત્યારે તપાસના બીજા દિવસે હોવી બોગસ રેશનકાર્ડ બનાવવાનાર ઓપરેટર સહિતનાઓ ફરતે કાનૂની ગાળીયો મજબૂત કરવા અટકાયતમાં લીધા છે.
કરોડોની જમીન હડપ કરવાના આ પ્રકરણમાં પોલીસે મોરબી મામલતદાર કચેરીના પૂર્વ રોજમદાર કોમ્પ્યુટર ઓપરેટર અનિસ રમઝાનઅલી ધામાણી, નારણભાઇ દામજીભાઈ કાસુન્દ્રા, ફમીબેન એહમદશા રાસુલસા વગેરેની અટકાયત કરી જમીન કૌભાંડના અંકોડા મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com