મોરબી: શહેરમાં ગણેશ વિસર્જનને લઇને આયોજકો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઇ આયોજકોએ મોરબીના D.Y.S.P પી. એ.ઝાલા દ્વારા કારકિર્દી બગાડવાના ઇરાદે ગુનો નોંધ્યો હોવાનો આક્ષેપ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે સમગ્ર મામલે D.Y.S.P. પી. એ. ઝાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
જેમાં તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરના જાહેરનામાં અંગે તેઓને સમજ આપવામાં આવી હતી અને વિસર્જન સ્થળ અને સમય સહિતના દરેક નિયમો અંગે તેઓને જાણ કરવામાં આવી હતી છતાં પણ તેઓએ નિયમો ભંગ કર્યો છે જેને કારણે આ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ વધુ માં તેઓએ ઉમેર્યું હતું જો કારકિર્દી નો વિચાર કરતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ કાયદો કોઈની માલિકીની જાગીર નથી અને આ મામલે તપાસ કરવામાં આવશે અને અન્ય કોઈના નામ ખુલશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ધર્મ ની આડમાં કોઈ કાયદો તોડશે તો બચી નહિ શકે તેમ તેઓએ જણાવ્યું હતું.
ઋષિ મહેતા