મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બે શખ્સો દ્વારા ચલાવાતું હતું દારૂનું નેટવર્ક: 12 ફરાર
મોરબીમાં ગત તા.19 માર્ચની મોડીસાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાલપર ગામ ખાતે ઇન્ડસ્ટ્રીઝ પાફર્ક-5 માં આવેલ શ્રીરામ નામના ગોડાઉનમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા સ્થળ ઉપરથી 1.51 કરોડના વિદેશી દારૂની 61,152 નંગ બોટલ જપ્ત કરી હતી. આ સાથે ગોડાઉન સંચાલક તેમજ સાત મજૂરો તથા પીકઅપ ગાડી લઇ દારૂ લેવા આવનાર તથા પંજાબ હરિયાણાથી ટ્રકમાં દારૂ લઇ આવનાર સહીત કુલ 10 આરોપીઓની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. જયારે ગોડાઉન ભાડે રાખનાર તથા સમગ્ર વિદેશી દારૂના કારોબારનું રાજસ્થાન, પંજાબ/હરીયાણાથી નેટવર્ક ચલાવનાર રાજસ્થાનના મુખ્ય બે સૂત્રધાર સહીત કુલ 22 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તમામ ફરાર આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામમાં ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-5 માં આવેલ શ્રીરામ નામના ગોડાઉનમા દરોડો પાડી કુલ 10 આરોપી રમેશ પુંજાભાઇ ધનાભાઇ પટણી(વિદેશીદારૂના ધંધાનુ સંચાલન કરનાર), ખિયારામ ઉર્ફે ખીવરાજ સોનારામ પ્રભુરામ જાટ (પંજાબ/હરીયાણા ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક લાવનાર), મુકેશભાઇ માલાભાઇ મેપાભાઇ ગમારા(પીકઅપ લઇ દારૂનો જથ્થો લેવા આવનાર), ગંગાપ્રસાદ રામપ્રતાપ રામપ્રકાશ કેવટ, જગસૈન હરીલાલ રામકુમાર કેવટ, શીવકરણ નર્મદાપ્રસાદ દયાશંકર કેવટ, આકાશ સત્યનારાણ જગનારાયણ કેવટ, સતેન્દ્ર કુમાર રામમિલન રામઆશ્ય કેવટ, વિનોદકુમાર દુર્જનલાલ કેવટ, રવિશંકર રામલખન મોતીલાલ કેવટ (તમામ સાત ગોડાઉનમા કામ કરનાર મજુર)ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે.
જીમીત શંકરભાઇ પટેલ રહે હરી પાર્ક સોસાયટી અમદાવાદ(દારૂનુ ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય આરોપી), ભરતભાઇ રહે.રાજસ્થાન(દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી), રાજારામ રહે.રાજસ્થાન(દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી), યુ.બી.બેનીવાલ રહે બાડમેર રાજસ્થાન(પંજાબ/હરીયાણા ખાતેથી દારૂનો જથ્થો મંગાવી સપ્લાઇ કરનાર) મેહુલ રહે. થાન તથા રાજકોટ(દારૂનો જથ્થો મંગાવનાર), રાજુ મુસ્લીમ રહે સુખપર તા.હળવદ(દારૂનો જથ્થો લેવા આવનાર), જીજે-19-એડી-1950 વાહનના માલીક, જીજે-36-વી-1844 વાહનના માલીક, જીજે-36-વી-7590 વાહનના માલીક, જીજે-19-જેટી-5828 વાહનના માલીક, જીજે-01-જેટી-7821 વાહનના માલીક, પંજાબ ખાતે દારૂનો ટ્રક ભરી આપી જનાર અજાણ્યો ડ્રાઇવર તથા તપાસમા ખુલે તે તમામની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.