Morbi : પીપળી રોડ પરની ફેકટરીમાં રહીને સાથે મજુરી કરતા યુવક અને યુવતીએ કૂવામાં કૂદી સજોડે આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે. તેમજ યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ બનાવની અનુસાર માહિતી મુજબ, મૂળ પાટણ પંથકના વતની અને હાલ પીપળી રોડ પરની કેરામિટા સિરામિક નામની ફેક્ટરીમાં સાથે કામ કરતા મિતલ ઠાકોર અને અંકિત ઠાકોરે સજોડે પીપળી ગામની સીમમાં આવેલ કુવામાં કુદી સાથે આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્ને મૃતદેહને કુવામાંથી બહાર કાઢી PM અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક બંને પ્રેમીપંખીડા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બંન્ને કંપનીમાં બાજુની ઓરડીમાં રહેતા હોવાથી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બધાયો હોય તેવું જાણવા મળ્યું હતું, પરંતુ પરિવાર જનો એક નહી થવા દે તેવા ડરથી પ્રેમી પંખીડાએ એક સાથે કુવમાં ઝંપલાવી જીવન ગુમાવી દીધું હતુ.