સમાજ માટે ચેતવા જેવો કિસ્સો…
મિત્ર સાથે ઓળખાણ કરાવી સોશિયલ મીડિયામાં વાત કરી બ્લેક મેઈલીંગ કરી ફસાવતા આવારા તત્વોથી ચેતો
મોરબીમાં છેલ્લા કેટલાક સમયમાં દુષ્કર્મના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેલ્લા બે ત્રણ બનાવોમાં એકસરખી ખાસ વાત સામે આવી છે. હમણાં બનેલ દુષ્કર્મના બનાવોમાં દીકરીઓને બહેન બનાવી વિશ્વાસમાં લઈ અન્ય મિત્ર સાથે ઓળખાણ કરાવી પછી શરૂ કરાય છે બરબાદીનો ખેલ
જેમાં કોઈ એક વ્યક્તિ પહેલા ભોગ બનનારને બહેન બનાવીને વિશ્વાસ માં લ્યે છે ત્યારબાદ બહેન બનાવનાર ઇસમ તેના મિત્ર સાથે ભોગ બનનારની ઓળખાણ કરાવે છે અને સોશિયલ મીડિયામાં વાતો શરૂ કરીને ખોટા દેખાડા કરીને ફોસલાવીને સગીરા કે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને કોઇ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે તેમજ તે ક્ષણોના ફોટો પાડીને ત્યારબાદ બ્લેકમેઈલીંગનો ખેલ અને આવા ફોટા જાહેર કરવાની ધમકી આપીને અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવે છે જે કીચડ માંથી નીકળવું ભોગ બનનાર માટે અઘરું સાબિત થાય છે પરંતુ જો આ બાબતે થોડી પણ હિંમત બતાવવામાં આવે અને સમયસર પરિવારજનોને અને પોલીસ ને જાણ કરવામાં આવે તો આવા લોકોને ખુલ્લા પાડી ને અનેક દીકરીઓને બચાવી શકાય છે જેથી આવા કોઈ બનાવો બન્યા હોય તો પરીવારજનો એ પણ પોલીસ ફરિયાદ કરવા માટે હિંમત દાખવવી જોઈએ.