અતિમ દિવસે મંત્રી મેરજા, પૂર્વ મંત્રી ચીમન સાપરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથાનું સમાપન થયું છે. કથાના અંતિમ દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તેમજ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સીદસર, મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કથા દરમ્યાન અનેક લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો.
નાની નાની દિકરીઓએ મોબાઈલના વળગણને તિલાંજલિ આપીતા. 21 મે થી 31 મે 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ ખાતે યોજાયેલ કથા સંપન્ન થઈ હતી. મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અશક્ત અને નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેમના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે ત્યારે માનવ મંદિરના લાભાર્થે યોજાયેલી સંસાર રામાયણ કથા દરમ્યાન માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર દોઢસો જેટલા પાટીદાર દાતાઓનું વિશિષ્ટ રીતે બનાવેલ ઉમિયાજીની મૂર્તિ દ્વારા પાટીદાર શ્રેષ્ઠી, પાટીદાર ભામશા, પાટીદાર કર્ણ અને પાટીદાર ભગીરથ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઉંઝા અને સિદસરના હોદેદારો દ્વારા અને 350 જેટલા દાતાઓનું સન્માન સતશ્રીના વરદ હસ્તે ખેસ પહેરાવી કરાયું હતું.
સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ,શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.સમસ્ત મોરબી પંથકના લોકોએ દદરરોજ હજારોની સંખ્યામાં કથા સ્થળે પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો અને લાખો લોકોએ મોરબી સોસીયલ મીડિયાની જુદી જુદી એપ, કથા ચેનલ, યૂટ્યૂબના માધ્યમથી કથા શ્રવણનો લાભ લાખો લોકોએ લીધો હતો.