યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની બહેન સાથે મીત્રતા કરાવવા ધમકી આપી બંને યુવાને બદનામ કરી
મોરબીની એક યુવતીએ તેના પુરુષ મિત્રો સાથે ફ્રેન્ડશિપ તોડવાની વાત કરતા ઈસમોએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના બહેનને યુવતીના ન્યૂડ ફોટો અને વિડીયો મોકલ્યા હતા. અને યુવતીને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં રહેતી અને ત્યાં જ નોકરી કરતી યુવતીને હરેશભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ (આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રહે.હળવદ જી.મોરબી) તથા સંદિપ વાસુદેવભાઇ હડીયલ (રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી) સાથે અગાઉ ફ્રેન્ડશીપ હોય જે દરમ્યાન ફરિયાદી યુવતી તથા આરોપીઓ સાથે શેર કરેલ ફોટા તેમજ ફરિયાદી તથા આરોપીઓ વચ્ચે થયેલ વીડીયો કોલના આરોપીઓએ યુવતીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડીંગ કરી લઇ યુવતીએ આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા ન માંગતા હોય જેનુ મનદુખ રાખી સંદિપ હડીયલે ફરિયાદીના ન્યુડ વિડીયો તથા ફોટોગ્રાફસ વાયરલ કરી તેમજ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઇ ચૌહાણે memom54011 યુઝર નેમ ken velly નામથી ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી. બનાવી ફરિયાદીના બહેનને ફરિયાદી યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી ફરિયાદીને તેની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરી ફરિયાદી તથા તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.