Abtak Media Google News

રેન્સમવેર વાયરસનો શિકાર બનેલા તમામ કોમ્પ્યુટરના ડેટા ઉડી ગયા

સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખનાર રેનસમવેર વાયરસે મોરબી જીલ્લા કલેકટર તંત્રને ઝપટમાં લઈ લીધું છે. મોરબી કલેકટર કચેરી હેઠળનાં જુદા જુદા ૨૪ વિભાગોનાં કોમ્પ્યુટરોમાં સાયબર એટેકને કારણ તમામ ડેટા સાફ થઈ ગયો છે. અને ખંડણીખોર સાયબર એટેક કરનાર દ્વારા પ્રત્યેક કોમ્પ્યુટરમાં ૬૦૦ ડોલર ચૂકવવા માંગણી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેનસમવેર વાયરસને કારણે મોરબી જીલ્લા કલેકટર કચેરી હેઠળ આવલે જુદાજુદા વિભાગોનાં ૨૪ કોમ્પ્યુટર ઠપ્પ થઈ જવા પામ્યા છે. જેમાં મામલતદાર ઓફીસ મોરબીનાં ૧૪, વાંકાનેરનાં ૬, સીટી સર્વે કચેરીનું ૧ કોમ્પ્યુટર તેમજ ડે. કલેકટર કે.પી. જોષીની કચેરીનાં ૩ કોમ્પ્યુટરમાં વાયરસ ત્રાટકતા તમામ લોકલ ડેટા નષ્ટ થયો છે.

વધુમાં આ મામલે નાયબ કલેકટર શ્રી કેતન પી. જોશીએ જણાવ્યું હતુ કે આજે સવારે કચેરીનાં ત્રણ કોમ્પ્યુટરો રેનસમવેર વાયરસથી અફેડટેડ થયા હતા અને સવારે ૩૦૦ યુએસ ડોલર ખંડણી ચૂકવવાનો મેસેજ આવ્યો હતો. અને સાંજે ખંડણી ખોર હેકર્સ દ્વારા ૬૦૦ યુ.એસ. ડોલર ખંડણી ચૂકવવાની માંગ કરી હતી.

દરમિયાન મોરબી જીલ્લા કલેકટર કચેરીનાં જી.સ્વાન ટેકનીશ્યન પુનિતભાઈએ પણ રેનસમવેર વાયરસ એટેકને સમર્થન આપી ૨૪ કમ્પ્યુટર એફડટેડ હોવાનું જણાવી આ તમામ કોમ્પ્યુટરને ગુજરાત સરકારનાં ખાસ એન્ટીવાયરસથી સજજ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારનું જી.સ્વાન ઈન્ફ્રાનેટ ખઊબજ સુરક્ષીત છે. પરંતુ આ કમ્પ્યુટર પર ઈન્ટરનેટનો વપરાશ થવા જ આ રેનસમવેર એટેક થયો હોવાનું જાણકારો માની રહ્યા છે. ત્યારે સરકારી કિંમતી ડેટા બચાવવા કર્મચારીઓએ સોશ્યલ સાઈટસ સરકારી કમ્પ્યુટરમાં ન ખોલે તો વાયરસ એટેક ખાળી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.