ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયું બંધ નું એલાન: તમામ વેપારીઓ બંધ માં જોડાયા
૧લી જુલાઈથી અમલી બનવા જઈ રહેલા જીએસટી કાયદામાં અમુક પ્રોડક્ટ પર વધુ કર લાદવામાં ઉપરાંત જીએસટીના અટપટા અને અસમંજસ ભરેલા નિયમોનો વેપારીઓ અને ઉદ્યોગકારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સની ગઈકાલે મળેલી મિટિંગમાં તમામ નાના મોટા વેપારીઓએ સર્વાનુમતે જીએસટી નો વિરોધ કરવા આજરોજ મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
જીએસટીના વિરોધમાં ગઈકાલે મોરબી ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ મળી હતી જેમાં ચેમ્બરના આગેવાનો ધીરુભાઈ ભોજાણી, ચંદ્રકાન્તભાઈ આશર સહિતના અગ્રણીયો અને ૩૦થી વધુ અલગ અલગ નાના મોટા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં જીએસટીની વેપાર ધંધા પર પાડનારી અસર અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કાર્ય બાદ મોરબીના વેપારીઓ દ્વારા જીએસટીનો વિરોધ નોંધાવી જીએસટીના વિરોધમાં મોરબી બંધનું એલાન આપ્યું હતું.
આ અંગે ચેમ્બરના આગેવાન ધીરુભાઈ ભોજાણીએ જણાવ્યું હતું જીએસટીના વિરોધમાં વેપાર ધંધા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી બંધના એલાનને મોરબીની જુદી જુદી ૩૦ જેટલી વેપારી સંસ્થાઓ દ્વારા ટેકો આપી બંધમાં જોડાવાની જાહેરાત કરી છે.ચેમ્બર ઓફ કોમર્સે આપેલા બંધ ના એલાન ને પગલે આજે ના તમામ વેપાર-ધંધા બંધ રહ્યા હતા.