ખાનગી એજન્સીના સિકયુરિટી ગાર્ડ શોભાના ગાંઠિયા: ચોપડે પાંચ સિકયુરિટી ફરજમાં કોઈ નહિ
મોરબીની સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે અહીં બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા માણસો કાચના દરવાજાના ભુક્કા બોલાવી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર વાહકોને ઘટનાથી કોઈ ફરક પડયો નથી.
સમગ્ર જિલ્લા ની એક માત્ર સારી કહી શકાય તેવી સિવિલ હોસ્પિટલ માં ક્યારે કોણ ડોક્ટર ડ્યુટી પર આવશે કયે કાયા નર્સ ની ડ્યુટી ક્યાછે તે ભગવાન પણ જાણી શકતા નથી આવામાં ગરીબ દર્દીઓને જેવી મળે તેવી સારવાર મેળવવા અહીં આવવું પડે છે.દરમિયાન બે દિવસ પૂર્વે સીવીલ હોસ્પિટલના કાચના દરવાજાના કોઈ ભુક્કા બોલાવી જતા ચકચાર જાગી છે બીજી તરફ હોસ્પિટલમાં જરૂરી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લાગ્યા ન હોવા ઉપરાંત સિક્યુરિટીની નક્કર વ્યવસ્થા ન હોય અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળ્યું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે સિવિલ સત્તાવાળાઓ દ્વારા દર મહિને સિક્યુરિટી વ્યવસ્થા પાછળ ખાનગી કોન્ટ્રાક્ટર ને હજારો રૂપિયા ચૂકવ્યા છે પરંતુ સિવિલ માં એક સિક્યુરિટીને બાદ કરતા અન્ય કોઈ સિક્યુરિટી જવાન દેખાતા નથી પરિણામે છાસવારે સિવિલમાં આવી ઘટનાઓ બનતી રહે છે.