મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે વીજ ચેકીંગ: રૂ.૬.૫૫ લાખની વીજ ચોરી પકડાઈ
મોરબી જિલ્લામાં આજે સતત બીજા દિવસે પીજીવીસીએલે દરોડા પાડ્યા હતા. મોરબી શહેર વર્તુળ કચેરીની ૨૪ ટુકડીઓએ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરી રૂ.૬.૫૫ લાખની વીજ ચોરી પકડી પાડી હતી.
મોરબી પંથકમાં આજે ફરી વીજ ચેકીંગ અર્થે પીજીવીસીએલની ટુકડીઓ ત્રાટકી હતી.મોરબી શહેર વર્તુળની ૨૪ ટુકડીઓએ આજે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારને ધમરોળીને વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.ચેકીંગ દરમિયાન કુલ ૬.૫૫ લાખની વીજ ચોરી સામે આવી હતી.
મોરબી શહેર વર્તુળ કચેરીની ટુકડીઓએ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૪૦ વિજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી ૬૧ કનેકશનોમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું.આ કનેકશનોને રૂ.૬.૫૫ લાખનું એસેસમેન્ટ ફટકારવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com