કારખાનેદારના ફલેટમાંથી ચોરી કરી મુંબઈ નાશી ગયું તુ
મોરબીના વૈભવ એપાર્ટમેન્ટમાં બ્લોક નં 501 માં દોઢ માસ અગાઉ 13.24 લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો અને સીસીટીવી નુ ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. જેની તપાસમાં આ ચોરી ત્યાં ચોકીદારી કરતા ઇસમ અને તેની પત્નીએ કરી હોવાનું સામે આવ્યું હતું અને સોસાયટી ના અન્ય સીસીટીવી માં આ દંપતી ચોરી કરીને નાસી જતા નજરે પડ્યું હતું .જે અંગે પોલીસે આરોપી દંપતીને મહારાષ્ટ્રના ઠાણે થી પકડી પાડ્યા છે.જયારે આ ચોરીમાં શામેલ હજુ એક ઈસમ ફરાર છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ગત તા.23/4/2023 ના રોજ ફરીયાદી કમલેશભાઇ નરશીભાઇ હુલાણી (રહે.મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.501)ના રહેણાંક ફલેટમાંથી એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી), શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ વિશ્વકર્મા બીક (નેપાળી) (રહે.બંને વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ, મોરબી હાલ રહે.હાલ બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-16 આશાબરી બીલ્ડીંગ એલ-17/806 રહે.વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ-પાલીકા કુમલગાંવ દેશ-નેપાળ) તથા ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ) નામના આરોપીઓએ ફરીયાદી પ્રસંગમા બહારગામ જતા ફરીયાદીના ફલેટના વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.13,24000/-ની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ દંપતિ હાલમાં મહારાષ્ટ્રના થાણેમાં છે જેથી એક ટીમ બનાવી ને મહારાષ્ટ્ર રાજયના ઠાણે ખાતે મોકલવામા આવેલ હતી.અને ત્યાંથી ચોરી કરનાર પતિ-પત્ની રાજેશકુમાર અને શાંન્તા ઉર્ફે સરીતાને ઝડપી પાડી મોરબી લાવી પુછપરછ કરતા તેના કબ્જામાથી રોકડ રૂ.20,000/- તથા મોબાઇલ તથા આરોપીઓનુ ભારતનુ પાનકાર્ડ, આધારકાર્ડ, પોસ્ટ ખાતાની બચતબુક તથા એસ.બી.આઇનું એ.ટી.એમ ડોકયુમેન્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ ચોરીના બનાવમાં હજુ પણ એક આરોપી ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ) ફરાર હોય તેની પણ શોધખોળ ચાલુ છે.